About Us

શ્રી જયદ્વારકાધીશ ગૌશાળા પાંજરાપોળ ચેરીટેબલ ટ્રસ્ટ

સવિનય નિવેદન જે અમોએ શ્રી જયદ્વારકાધીશ ગૌશાળા પાંજરાપોળ ચેરીટેબલ ટ્રસ્ટ રજી નં . ઈ - ૯૫૧ , જિલ્લો - દેવભૂમિદ્વારકા , ખંભાલિયા - દ્વારકા હાઈવે ઉપર ખંભાલિયાથી ૬ (છ) કિમી . દુર આવેલ છે - અમોએ આ ગૌશાળા પંદર વર્ષથી ચાલુ કરેલ છે. જેમાં ૧૦૦૦ ( એક હજાર ) ગાયો રહી શકે તેટલું બાંધકામ કરેલ છે. એટલે કે પાકા છાપરા , પાણી માટે અવેડા - કુંડીઓ તેમજ ચોમાસામાં ખાણદાણ તથા ઘાસચારો ખાઈ શકે તેવી પાકી ગમાણની વ્યવસ્થા રાખેલ છે. પાણી માટે -બોર કરાવેલ છે. જેમાં ચોવીસ કલાક પાણીની વ્યવસ્થા છે.

આપણી આ ગૌશાળામાં ખંભાલિયા તથા આજુબાજુના ગામોના તેમજ અન્ય જગ્યાએથી અપંગ , બીમાર તેમજ નિરાધાર પશુઓ આવે તેને રાખવામાં આવે છે... દર રવિવારે પશુ નિદાન કેમ્પ રાખવામાં આવે છે. જેમાં બીમાર પશુઓની ડોક્ટર મારફત સારવાર કરવામાં આવે છે. જેમાં અને બીમાર પશુઓને દવા વિ. આપવામાં આવે છે.

એક સમયે આ ગૌશાળા પાંજરાપોળમાં પશુઓની સંખ્યા - ૬૫૦ ની હતી અને કોઇપણ જાતનું દાન લેવામાં આવતું નહોતું. સમય અનુસાર ફાળો ઓછો આવતો હોવાથી નિરાધાર પશુઓની સંખ્યા ઓછી છે. શ્રી જયદ્વારકાધીશ ગૌશાળા પાંજરાપોળ - ખંભાલિયા પાસે ફિક્સ ડીપોઝીટ ભંડોળ નથી. જેથી ગાયો નિભાવવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. આપના જેવા જીવદયાળુ અને ગૌપ્રેમી દાતાઓ તરફથી ઘાસચારા તેમજ ખાણદાણના ખર્ચને પહોંચી વળવા માટે થોડું થોડું દાન મળતું રહે છે. જેનાથી નિરાધાર ગાયોનો નિભાવ કરવામાં આવે છે.

અમારું ધ્યેય અન્ય જગ્યાએ ગાયો રખડતી - ભટકતી ન રહે તે છે. તો જો આ સંસ્થાને આપના જેવા જીવદયાળુ અને ધર્મપ્રેમી દાતાઓ તરફથી વધારેમાં વધારે દાન મળતું રહે તો અમો ગાયોની સંખ્યા વધારતા જઈશું.

આપણી આ ગૌશાળાના ખર્ચને પહોચી વળવા આર્થિક સહાયની ખાસ જરૂરત છે. તો આપ શ્રી અમારી આ ગૌશાળાની રૂબરૂ મુલાકાત લેશો અથવા વધારેમાં વધારે દાન આપવા નમ્ર વિનંતી.

શ્રી જયદ્વારકાધીશ ગૌશાળા પાંજરાપોળ ચેરીટેબલ ટ્રસ્ટ - ખંભાલિયાના બેન્ક એકાઉન્ટ નં . ૬૯૮૧ છે. તો દાનની રકમ ચેક અથવા ડ્રાફ્ટથી મોકલી આપવા નમ્ર અપીલ .. જો આપશ્રી આપણી આ સંસ્થાને રોકડે સહાય ન આપી શકો તો સુકો ઘાસચારો , ખાણદાણ અથવા લીલોચારો પણ - મોકલાવી શકો છો.

શ્રીકૃષ્ણ ભગવાનની પ્યારી ગાયો એટલે કે તેત્રીસ કરોડ દેવતાઓનો ગાયોમાં વાસ છે. તે ગાયો કેટલી દુખી છે તેનો વિચાર કરો તો આ નિરાધાર ગાયોનો પ્રશ્ન હલ થઇ જાય તેમ છે.

" ગૌસેવા એજ પ્રભુસેવા " .... ગાયની ગરીબી ગવાઈ એની કોણ કરે સહાય , બિચારી દોરે ત્યાં જાય ..... વિચાર કરીએ તો ભૂખ અને દુઃખથી પીડાતા પશુઓની વહારે ચડીએ .... જેની આંખોમાંથી વહેતી અમીધારા જેમાં વસે તેત્રીસ કરોડ દેવી દેવતા .. બધાને એક સાથે વંદન કરવા માટે ફક્ત એકવાર કરી જુઓ ગૌમાતાને વંદન ( પ્રણામ )

ભોજનશાળા , ધર્મશાળામાં દીધું રે દાન , પાઠશાળા અભ્યાસ શાળામાં દીધું રે દાન ,
જીવદયાને પ્રકાશવા કરજો ગૌશાળાને દાન , ફક્ત એકવાર કરી જુઓ ગૌમાતાને પ્રણામ.

આ સિવાય અમો હુતાસણી ઉપર પદયાત્રીઓ માટે આશ્રમ ચલાવીએ છીએ. જેમાં દ્વારકા પગપાળા જતા યાત્રીઓ માટે રહેવા , જમવા તથા ચા - પાણીની સગવડતા વિનામુલ્યે આપવામાં આવે છે. તેમાં જે કાંઈ પણ દાન મળે તે ગૌશાળાના લાભાર્થે વાપરવામાં આવે છે.

આવા આ અમુલ્ય શુભકાયમાં સહાયરૂપ થવા માટે અમો આપ સર્વે જીવદયાળુ અને ધર્મપ્રેમી જનતાને વિનંતી કરીએ છીએ. આશા છે કે આપના તરફથી અબોલ અને નિરાધાર પશુઓની સહાય માટે શક્ય તેટલી વધુમાં વધુ સહાય આપવામાં આવશે એ જ અપેક્ષા.

" સહકારની અપેક્ષા સહ આભાર "
લી . મહેન્દ્રભાઈ દયાળજી તન્ના (પ્રમુખશ્રી)
Mo. - 9429442697
રોહનભાઈ મહેન્દ્રભાઈ તન્ના (ટ્રસ્ટીશ્રી)
Mo. - 9429442697
રાજેન્દ્રભાઈ રણછોડદાસ રવાણી (ટ્રસ્ટી શ્રી)
Mo. - 9427452329
હિનાબેન મહેન્દ્રભાઈ તન્ના. (ટ્રસ્ટી શ્રી)
Mo. - 9427452094

Meet the Delegation

Mahendrabhai Dayalji Tanna

President

Rohanbhai Tanna

Trustee

Rajendrabhai Ravani

Trustee

Heenaben Tanna

Trustee